મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે ક્રોગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધા બાદ આ મામલે મોરબી જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણીએ તીખી પ્રતિક્રિયા આપી છે અને ધારાસભ્ય મેરજાએ નાણાં અને સત્તા માટે રાજીનામું આપીને પ્રજા સાથે દ્રોહ કર્યાનો આક્ષેપ કર્યો છે. મોરબી જિલ્લાના પાસ આગેવાન મનોજભાઈ પનારાએ ધારાસભ્ય મેરજાના રાજીનામાં અંગે કડક આલોચના કરી હતી. મનોજભાઈ પનારાએ મોરબી એપડેટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે ,બ્રિજેશ મેરજાએ રાજીનામું આપીને મોરબીની પ્રજા સાથે દ્રોહ કર્યો છે. પૈસા અને સત્તા માટે બ્રિજેશ મેરજાએ આ રાજીનામું આપ્યું છે. એ કોઈ કાળે યોગ્ય ન કહેવાય. તેઓ પૈસા અને સત્તા માટે વેચાયા છે.જેથી મોરબીની પ્રજા તેમને કયારેય માફ નહિ કરે.