મોરબી : મોરબીમાં પારકા ઝગડામાં નિર્દોષ યુવાનને ચાર શખ્સોએ છરી મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ધાયડી વિસ્તારમાં રહેતા ઉદયભાઇ ચંદુભાઇ શેરસીયાને (૧) સિધ્ધરાજસિંહ ઝાલા રહે મોરબી તા જી મોરબી (૨) રવીભાઇ રાઠોડ રહે મોરબી તા જી મોરબી (૩) શકિતસિંહ ઝાલા, રહે મોરબી તા જી મોરબી અને (૪) દર્શનરાજ રહે પીપળી, તા.જી લ.મોરબી વાળાઓએ મિત્રના ઝગડામાં ઉદય વચ્ચે પડી ગાળો બોલતા ઉક્ત ચારેય ઈસમોએ માર મારી માથામાં છરી ઝીકતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.