મોરબી : મોરબીમાં એક પરિણીતા ગુમ થયાની બી ડિવિઝન પોલીસ મથકે નોંધ થઈ હતી.આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતી વૈશાલીબેન મહેન્દ્રભાઈ પરમાર ઉ.વ.20 નામની પરિણીતા ગત તા.1 ઓકટોબરના રોજ સાંજના સમયેથી લાપતા બની છે.આ અંગે તેના પતિ મહેન્દ્રભાઈ હિરજીભાઈ પરમારે તેની પત્નીની ગુમસુદા બી ડિવિજનમાં નોંધાવતા જણાવ્યું હતું કે બનાવના દિવસે તેમની પત્નીનો તેમને ફોન આવ્યો હતો.પણ તે સમયે તેઓ કામ પર હોવાથી બાદમાં ફોન કરવા કહ્યું હતું.પણ પછી બાદમાં તેઓએ ફોન કરતા પત્નીનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને તેઓ રાત્રે ઘરે ગયા બાદ પત્ની ઘરે જોવા મળી ન હતી.અને આજ દિન સુધી પત્નીનો પત્તો ન લાગતા અંતે તેમણે ગુમસુદા નોંધાવતા બી ડિવિઝન પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274