મોરબી : મોરબીમાં આધેડે 75મી વખત રક્તદાન કર્યું છે. તેમજ તેઓએ વેક્સિનેશન પહેલા બ્લડ ડોનેટ કરવા અપીલ કરી છે. થેલેસેમિયા કે અન્ય રોગમાં અથવા ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્તની સારવાર માટે રક્ત જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ હાલમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવી રહી છે. કોવિડ વેક્સિનેશન બાદ લગભગ 28 દિવસ સુધી રક્તદાન કરી શકાતું નથી. તો આગામી દિવસોમાં બ્લડની અછત ઊભી ન થાય તે માટે બ્લડ બેંક દ્વારા વેક્સિન મુકાવતા પહેલા યુવાનોને રકતદાનની અપીલ કરવામાં આવે છે. ત્યારે મોરબીના રહેવાસી અમૃતલાલ બી. કગથરા નિયમિત રીતે બ્લડ ડોનેટ કરે છે. આજે તેઓએ 75મી વાર રક્તદાન કર્યું છે. આ સાથે તેઓએ યુવાનોને 'પહેલાં રક્તદાન પછી વેક્સિન'નો સંદેશ મોરબીવાસીઓને આપ્યો છે.