સગીરાનું અપહરણ કરી હવસનો શિકાર બનાવનાર શખ્સ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટમોરબી : મોરબી પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની અને માનસિક રીતે અસ્વસ્થ દીકરી સાથે અત્યંત શરમજનક અને અરેરાટીભરી ઘટના બની છે. સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં એક શખ્સે દીકરીની માનસિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર બનાવને પગલે ભોગ બનનાર સગીરાના પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ વિગતો અનુસાર, આરોપી સંજય મનુભાઈ સુરેલા (રહે. ટીંબડી) એ ગ્રામ્ય વિસ્તારમાંથી માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને આ જઘન્ય અપરાધ કર્યો છે. ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ આરોપી સામે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અસરથી અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ચકચારી ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. હાલ આ ગંભીર કેસની સઘન તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એસ. ઘેટીયા ચલાવી રહ્યા છે. આરોપીને સત્વરે ઝડપી પાડવા માટે પોલીસ કામે લાગી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.#Morbi #MorbiUpdate #CrimeNews #MorbiPolice #POCSO #GujaratNews