મોરબી : આગામી તારીખ 5ને બુધવારના રોજ રાત્રે ઉમા રેસીડન્સી સોસાયટી, આઈ.ટી.આઈની બાજુમાં, ઘુટુ રોડ, મોરબી ખાતે રાતાભેરનું પ્રખ્યાત ખાખરાવાડી મેલડી મંડળ રમાશે. ઉમા રેસીડેન્સી સોસાયટી દ્વારા રામજી મંદિરના લાભાર્થે આયોજિત આ મેલડી મંડળ નિહાળવા પ્રમુખ ઘનશ્યામભાઈ તથા ઉપપ્રમુખ સતિષભાઈ દ્વારા સર્વે ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે. રોયલ ડી.જે.ના સથવારે જય ખાખરાવાળી મેલડી મંડળ ભજવાશે.