જલારામ સેવા મંડળના પ્રમુખની પાલિકા પ્રમુખને રજુઆત મોરબી : મોરબીનો લોકમેળો પરંપરાગત સ્થાન ગણાતી ધોળેશ્વર સ્મશાન ભૂમિ પર યોજવામાં આવે તેવી માંગ સાથે જલારામ સેવા મંડળના પ્રમુખે નગરપાલિકા પ્રમુખને રજુઆત કરી હતી. જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે પાલિકા પ્રમુખને રજુઆતમાં જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસમા પ્રતિવર્ષ સાતમ આઠમના પર્વ નિમિતે લોકમેળાનુ આયોજન કરવામા આવે છે. પહેલાના સમયમા લોકમેળો પ્રતિવર્ષ ધોળેશ્વર સ્મશાન ભૂમિ ખાતે યોજવામા આવતો હતો. પ્રવર્તમાન વર્ષે પણ પરંપરાગત સ્થાન એવા ધોળેશ્વર મહાદેવના સાનિધ્ય મા લોકમેળો યોજવામાં આવે તેવી માંગ છે.