ક્રિષ્ના મેળાના ગ્રાઉન્ડમાં ગીતાબેન રબારીના રાસ ગરબાના કાર્યક્રમનું જાજરમાન આયોજન મોરબી : મોરબીના રબારી વાસમાં આવેલા મેલડી માતાજીના મંદિરે આવતીકાલે સોમવારે રૂપીમાની મેલડી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિધ્ધ ગીતાબેન રબારી રાસ ગરબાની રમઝટ પણ બોલાવશે. મોરબીના જેઇલ રોડ પર રબારીવાસમાં આવેલા આસ્થાના કેન્દ્ર સમા મેલડી માતાજીના મંદિરે આવતીકાલે સોમવારે રૂપીમાની મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાનાર છે. જેમાં સવારે ૯ કલાકે થાંભલી રોપણ, બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૯ કલાકથી માતાજીનું જાગરણ કરવામાં આવશે. આ સાથે રાત્રે ૯ કલાકે ક્રિષ્ના મેળાનું ગ્રાઉન્ડ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, મોરબી કંડલા બાયપાસ ખાતે કચ્છની કોયલ તરીકે સુપ્રસિદ્ધ ગીતાબેન રબારી તેમજ યુનુસ શેખ રાસગરબાની રમઝટ બોલાવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નાનુભાઈ નાજાભાઈ ગિડ, દેવેનભાઈ નાનુભાઈ ગિડ તેમજ યંગ ઇન્ડિયા ગ્રૂપે જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.