મોરબી જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઈ : અરજદાર સાથે આત્મીયભાવ કેળવીને તેની અરજીનો યોગ્ય નિકાલ કરવાનું સૂચન આપતા જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ મોરબી: મોરબી જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં કલેક્ટર આઇ.કે.પટેલ, અધિક કલેકટર કેતન જોશી, જિલ્લાના તમામ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ચિંતન શિબિર સવારથી સાંજ સુધી ચાલી હતી જેમાં અપૂર્વમુનિ સ્વામીએ મોટીવેશનલ લેક્ચર આપી આર્ટ ઓફ કર્માનો મંત્ર આપ્યો હતો તેમજ ગાંધીનગરના તજજ્ઞોએ વિષયને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત કલેક્ટર આઈ .કે. પટેલે લોક પ્રશ્નો પ્રત્યે અધિકારીઓ અને કર્મચારીઓને સમદ્રષ્ટિ રાખવાની સમજણ આપી હતી.તેમણે લોકોના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને આત્મીયતા ભાવ કેળવીને અરજીઓને સમજી વિચારીને સમયસર યોગ્ય રીતે નિકાલ કરવાનું જણાવ્યું હતું.