મોરબીઃ મોરબી હરિયાળુ બને અને લોકોને આયુર્વેદ તરફ લઈ જવાના હેતુ સાથે દર વર્ષે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઔષધિય રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આગામી તારીખ 10 જુલાઈ ને રવિવારના રોજ રાહત દરે વિવિધ ઔષધિય રોપાનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા જૂનાગઢ તથા તેના આસપાસના વિસ્તારમાંથી ઔષધિય રોપાની ખરીદી કરીને મોરબીનાં લોકોને રાહત દરથી રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ હરડે, બહેડા, લીંડી પીપર વેલ, સિંદુરી, સાદડ અર્જુન, ફાલસા, રગત રોહિદો, આસિત્રો કરમદા, કોઠા, આંકોલ, પુત્રજીવા, ચરેલ, કાચનાર, ચણોઠી, અરીઠા, શિવલિંગી, સીસમ, અશોક, ખાખરો, ફણસ, વિકડો, માલણ,આમળા, પબડી, કડાયો, એલોવેરા, ઓક, પારિજાત, કપિલો, નગોડ, બ્રાહ્મણી વેલ, અરડૂસી, ગૂગળ જેવા ઔષધિય રોપાનું રાહત દરે વિતરણ કરાશે. એક ઔષધિય રોપાની ટોકન કિંમત 20 રૂપિયા રાખવામાં આવી છે. 10 જુલાઈએ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના રવાપર - ઘુનડા રોડ આવેલા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે રોપા વિતરણ કરાશે. વધુ માહિતી માટે મો.નં. 7574885747 પર સંપર્ક કરવો.