ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી થયેલા આયોજનમાં લેબ.ટેસ્ટ સહિત 600 સભ્યોની ચકાસણી કરાઈ મોરબી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે તમામ પોલીસ જવાન તેમજ તેઓના પરિવારના નાનાથી લઈ મોટી ઉંમરના સદસ્યો અને મહિલાઓનું તબીબી ચેકઅપ કરવામાં આવ્યું હતુ. મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ થયેલા આ આયોજનમાં બીપી.સ્યુગર, વજન, ચામડીના રોગો, માનસિક રોગો, બાળકોના રોગો સહિતની તબીબી ચકાસણી લેબોરેટરી ટેસ્ટ સાથે કરવામાં આવી હતી અને રોગ વિશે સમજણ તેમજ માર્ગદર્શન પૂરું પડાયું હતુ. 600 જેટલા પોલીસ પરિવારના સભ્યોએ આ કૅમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીની ટીમના ડોકટરોએ ભારે જહેમત ઉઠાવી હતી.