મોરબી : મોરબીના નરસંગ ટેકરી મંદિર કહતે આગામી તા. ૨૧ અને ૨૨ ના રોજ કૃષ્ણાયન દેશી ગૌશાળાના લાભાર્થે જુદા - જુદા અસાધ્ય રોગોની સારવાર માટે ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવશે. હરિદ્વાર ખાતે આવેલ શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા માંદી લાચાર અંધ વૃદ્ધ તથા કસાઈખાને જતી ગાયોને બચાવી સેવા કરવામાં આવે છે તથા નંદી વગેરે અસહાયકોની સેવા કરતી ઉત્તરાખંડની એકમાત્ર ગૌરક્ષા શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા આગામી તા. ૨૧ અને ૨૨ ના રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધી ફ્રી રોગ નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે. આ નિદાન કેમ્પમાં ચામડીના રોગો-સોર્યાસીશ-જૂનું ખરજવું-જૂનું દાદર-સાંધાના દુખાવા-ઢીચણ નો દુખાવો - કમરનો દુખાવો - હાથી પગા - ગેગરિંગ - વેરિકોઝવેન(નસમા સુજન) - નપુંસકતા - અસાધ્ય સ્ત્રી રોગ - વાળની સમસ્યાઓ - CP ચાઈલ્ડ(અવિકસિત બાળક) - DMD માંસ પેસીઓનો રોગ - પાતળા પણું - મોટાપો - કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી - હૃદય ની નશોમાં બ્લોકેજ - અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગો નો ઈલાજ કરવામાં આવશે જેથી જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે વધુ વિગતો માટે કેશવજીભાઈ ઠોરિયા મો. 9712399990 ઉપર સંપર્ક કરવો.