ભારે વાહને એક વીજપોલને ધરાશયી કરતા વાયર ખેંચાતા અન્ય થાંભલા પણ ધબાય નમઃ મોરબી : મોરબીના મયુર પુલ પર સાત ગઈકાલે અજાણ્યા વાહન ચાલકે વિજવાયરને હડફેટ લેતા એક સાથે ધડા ધડ સાત વિજપોલ ધ્વસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી. મોરબી પાલિકાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના મયુર પુલ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહને મયુર પુલના એલ વીજપોલને હડફેટે લીધો હતો. આ વીજ પોલ બીજા અનેક વીજપોલ સાથે વાયરથી જોડાયેલો હોવાથી એકીસાથે ૭ વીજપોલ ધરાશાયી થઈ જવા પામ્યા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હતી. [gallery td_select_gallery_slide='slide' size='full' ids='36730,36728,36731,36729']