મોરબી : મોરબી પંથકમાં છેલ્લા બે દિવસ થી અસહ્ય બફારાની વચ્ચે આજે સાંજે અચાનક જ ભાદરવામાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રવિવારની સાંજે મોરબી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું. અસહય બફારાની વચ્ચે અચાનક જ વરસાદ શરૂ થયો હતો. મોરબી શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટાના પગલે થોડી વાર ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11144,11146,11145']