મોરબી થોરાળા મુકામે સાહેબ ફાર્મમાં ભારતીય કાલગણના અનુસાર તથા ભારતીય પરંપરા પ્રમાણે જન્મદિવસની ઉજવણીનું અનુંકુ આયોજન કરેલું હતું મોરબી : રાષ્ટ્ર ભાવના મજબૂત કરવા તેમજ આપણી ભારતીય વૈદિક પરંપરાને સ્થાપિત કરી રાષ્ટ્રહિત માટે કામ કરતા મોરબીના માતૃ વંદના ટ્રસ્ટના સ્થાપક અને આગેવાન મહેશભાઈ ભોરણિયાના જન્મદિવસની ઉજવણી ઈ.સ.વાળા અંગ્રેજી કેલેન્ડર મુજબ નહિ પણ તિથિ મુજબ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી થોરાળા મુકામે સાહેબ ફાર્મમાં ભારતીય કાલગણના અનુસાર તથા ભારતીય પરંપરા પ્રમાણે તેમના જન્મદિવસની ઉજવણીનું અનુંરૂ આયોજન કરેલું હતું. અને વૈદિક પરંપરા મુજબ યજ્ઞ કરીને જન્મદિવસ ઉજવ્યો હતો. પોતાના જન્મદિવસની અંગ્રેજી કેલેન્ડરના બદલે ભારતીય કાલગણના તિથિ મુજબ ઉજવણી કરવા અંગે મહેશભાઈએ જણાવ્યું હતું કે ભારતીય કાલગણના વિશ્વની સંવર્ધિક ખગોળીય ગણિતના સુક્ષમ અવલોકન દ્વારા શુદ્ધ વૈજ્ઞાનિક પદ્ધતિથી બનેલ છે. ભારતીય કાલગણના સૂર્ય ,ચંદ્ર,પૃથ્વી,ગ્રહો,અને સૂર્ય મંડળ,સહિતની ગતિની ગણતરી ધ્યાનમાં લઈને સમયના સૂક્ષતમ એકમથી માંડીને સમયનો મોટો એકમો સુધી બનાવેલ છે. સમયનો નાનો એક એટલે સેકેન્ડના 37146 મોં ભાગ તથા મોટો એકમ એટલે કલ્પ જેમાં ચાર કરોડ,બત્રીસ લાખ વર્ષનો સમાવેશ થાય છે. જયારે ગ્રેગોરીય કેલેન્ડર,એટલે કે અત્યારનું ઈ.સ. વાળું અંગ્રેજી કેલેન્ડર,કનિષ્ઠ,ખામીઓથી ભરેલ છે. અત્યાર સુધી ના 2018 વર્ષના ઇતિહાસ માં કેલેન્ડર ગણતરીની ગરબડોને કારણે ત્રણ થી ચાર બદલાવેલ છે. પહેલા 10 મહિના અને 305 દિવસનું વર્ષ હતું .ત્યાર બાદ 14 મહિના અને 350 દિવસનું વર્ષ કરેલ તેમાં સુધારા વધારા કરીને અત્યારે 12 મહિનાનું વર્ષ કરેલ છે.તે પણ ત્રુટીઓ વાળું છે. જેને કારણે કુદરતી ઋતુ,તિથિ પ્રમાણે તારીખોમાં ફેરફાર છે. આપણી તિથિ અનુસાર શુદ્ધ ભારતીય કાલગણના ભૂલીને આપણે કનિષ્ઠ પ્રકારનું અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે તહેવારો કે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. જે આપણી ગુલામીની નિશાની છે. જે બંધ કરીને શુદ્ધ ભારતીય પંચાંગને વહેવારમાં પ્રસ્થાપિત કરવું જોઈએ મહેશભાઈ ભોરણિયાએ વધુમાં કહ્યું હતું કે તેમના જન્મદિવસની જેમ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના કાર્યકર્તાઓએ હવેથી તેમનો તથા તેમના પરિવારજનો જન્મદિવસ ભારતીય કાલગણના અનુસાર તિથિ પ્રમાણે ઉજજવાનું નક્કી કર્યું છે. તથા પશ્ચિમીકરણની પરંપરા કેક કાપીને નહિ પણ યજ્ઞ કરીને ભારતીય પરંપરા પ્રમાણે ઉજવશે.અને સમાજને નવો રાહ ચીંધશે. જે કોઈ ને પોતાનિ જન્મ તારીખ અનુસાર તિથી જાણવી હોય તો ડો.જયેશભાઈ પનારાનો વોટ્સએપ નંબર 9825621214 પર અથવા માતૃભૂમિ વંદના ટ્રસ્ટના વોટ્સઅપ ગ્રુપ ઉપર સંપર્ક કરશે તો તેમની તિથિ જણાવામાં આવશે.