મોરબી: આજે 28 ફેબ્રુઆરી 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' નિમિત્તે ભરતનગર પ્રાથમિક શાળા ખાતે શાળા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષિકા નીપાબેન સાવસાનીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા કુલ 27 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે ગામના સરપંચ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોની કૃતિઓને નિહાળી હતી અને તેમના કૌશલ્યને બિરદાવ્યું હતું. #Morbi #MorbiUpdate #NationalScience Day #ScienceExhibition #BharatnagarSchool #EducationNews #StudentTalent #ScienceAndMaths