મોરબી : આ કપરા સમયમાં જેમના શિરે મોરબીને ચોખ્ખું રાખવાની જવાબદારી છે એવા મોરબી નગરપાલિકાના આશરે 350 જેટલા સફાઈ કર્મચારીઓને સાંસદ વિનોદભાઈ ચાવડા તરફથી સેનીટાઈઝર તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપ મહામંત્રીઓ રિશીપભાઈ કૈલા, ભાવેષભાઈ કંઝારીયા, નગરપાલિકા વિપક્ષ નેતા જયરાજસિંહ જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા, કાઉન્સિલર દીપકભાઈ પોપટ, મનુભાઈ સારેસા, અનુ. આગેવાન બકુલભાઈ પઠાણ, ચીફ ઓફિસર એ ઉપસ્થિત રહી વિતરણ કર્યું હતું.