પતિ સહિતના સસરિયાઓ સામે ત્રાસ આપ્યાની મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં પતિ સહિતના સસરિયાઓએ કરિયાવર મામલે ત્રાસ આપતા આ ત્રાસ સહન ન થતા અંતે પરિણીતાએ ફીનાઇલ પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પરિણીતાએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે પતિ સહિતના સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુળ રાજકોટ ભગવતી પરા ભારત પાનવાળી શેરી સુખસાગર હોલ પાસે હાલ રહે.-મોરબી સાયન્ટીફીકવાળો રોડ મસ્તાના મુરઘીની દુકાન પાસે આદામભાઇ નુરમાહમદભાઇ લઘાણી (માવતર)ના ઘરે રહેતી મરજીનાબેન સમીરભાઇ કાતીયાર ઉ.વ-૨૨ નામની પરિણીતાએ સમીર ખમીસાભાઇ કાતીયાર (પતિ), રોશનબેન ખમીસાભાઇ કાતીયાર (સાસુ), શીરાજભાઇ ખમીસાભાઇ કાતીયાર (જેઠ), રૂકશાનાબેન શીરાજભાઇ કાતીયાર (જેઠાણી), અમીતભાઇ ખમીસાભાઇ કાતીયાર (દીયર) રહે-બધા રાજકોટ ભગવતી પરા ભારત પાનવાળી શેરી સુખસાગર હોલ પાસે સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આજથી અઢી વર્ષ પહેલા અવાર નવાર રાજકોટ ભગવતીપરા ભારત પાનવાળી શેરીમાં તથા કાલીકા પ્લોટ મોરબી પાસે બનેલા બનાવમાં ફરીયાદીને આરોપીઓએ કહેલ કે, આનો બાપ ભીખારી છે. અને કરીયાવરમા હલકી અને ઓછી વસ્તુ આપેલ છે. તેમ કહી મેણા-ટોણા મારી શારીરીક માનસિક દુ:ખ ત્રાસ આપી તેમજ છુટા-છેડા આપી દેવા દબાણ કરી નાની-નાની બાબતોમા ઝગડાઓ કરી ગાળો આપી અવાર નવાર માર કુટ કરતા ફરીયાદી બેનએ કટાળી જઇ પોતાના ધરે પોતાની મેળે ફીનાઇલ પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદ આ બનાવની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે પતિ સહિતના સસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.