મોરબી: મોરબીના ઘૂટું રોડ પર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતી એક પરિણીતા પોતાના 3 વર્ષના માસૂમ પુત્ર સાથે ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કોઈને આ પરિણીતા કે બાળક વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળે, તો 7874408879, 7575826131 પર સંપર્ક કરવા જણાવાયું છે.શું છે સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, મોરબીના ઘૂટું રોડ પર રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા જનકભાઈ હશમુખભાઈ પરમાર ગત તા. 04/02/2026 ના રોજ રાત્રે ટ્રક લઈને માલ ખાલી કરવા અમદાવાદ ગયા હતા. આ સમયે ઘરે તેમની પત્ની અંજલીબેન (ઉ.વ. 23) અને પુત્ર હર્ષ (ઉ.વ. 3) હાજર હતા. બીજા દિવસે બપોરે જ્યારે જનકભાઈ અમદાવાદથી પરત ફર્યા ત્યારે પત્ની અને પુત્ર ઘરે જોવા મળ્યા નહોતા.જનકભાઈએ પત્ની અંજલીબેનના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આસપાસમાં તપાસ કરતા પડોશીઓએ જણાવ્યું હતું કે અંજલીબેન બાળકને લઈને રિક્ષામાં બેસી ક્યાંક જતા જોવા મળ્યા હતા. પરિવારે સોસાયટીમાં તેમજ વતનમાં તમામ સ્થળે તપાસ કરી હોવા છતાં અત્યાર સુધી પત્ની અને પુત્રનો કોઈ પત્તો લાગ્યો નથી.