મોરબી : તારીખ 12 ફેબ્રુઆરી ને સોમવારના રોજ ટંકારા ખાતે સ્વામી દેવાનંદ સરસ્વતીની જન્મ જયંતીની ઉજવણી થનાર છે ત્યારે આ નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડમાં રજા રાખવામાં આવી છે.12 ફેબ્રુઆરીના રોજ ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતી પ્રસંગે જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહનું આયોજન કરાયું છે. ત્યારે સરકાર દ્વારા મોરબી જિલ્લાની તમામ સરકારી, અર્ધસરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. તે અન્વયે મોરબી માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. તેથી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જેની નોંધ લેવા એજન્ટભાઈઓ, વેપારીભાઈઓ અને ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવી છે.