મોરબી : માર્ચ એન્ડિંગના કારણે પાંચ દિવસની રજા બાદ આજે ફરીથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખરીદ-વેચાણ શરૂ થયું છે. આજે 1 એપ્રિલ ને મંગળવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, મેથી, ધાણા, તુવેર, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે ખુલતાની સાથે જ 3203 ક્વિન્ટલ એટલે કે 16015 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 565 રૂપિયા સુધી બોલાયા છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 58 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ઉંચા ભાવ 1451 બોલાયા છે. તલના 1800, જીણી મગફળીના પ્રતિમણ 934, જીરુંના 4076, મેથીના 850, ધાણાના 1441, તુવેરના 1403, ચણાના 1030, એરંડાના 1210, રાયના 1121 અને રાયડાના 1056 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 750 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 2400 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.