જુના ધુટુ રોડ ઉપર બનેલી ઘટના મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર ગઈકાલે બે શખ્સોએ મારી બહેનને તારો દીકરો કેમ ઉપાડી ગયો છે કહી આધેડને પાઇપ અને ધોકા વડે લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ જુના ઘુટુ રોડ સીલ્વરપાર્ક દિવ્યેસ ગોલ્ડ સીરામીક પાછળ ગઈકાલે ફરિયાદી કાંતીભાઇ શંકરભાઇ પાડલીયા, રહે જુના ઘુટુ તા.જી.મોરબી વાળાના પુત્ર સાથે આરોપી સાગર રાજેશભાઇની બહેન ભાગી ગયેલ હોવાથી ખાર રાખી સાગર રાજેશભાઇ અને અવિનાશ ભુપતભાઇ નામના શખ્સે પાઇપ અને ધોકા વડે કાંતિભાઈને લમધારી નાખ્યા હતા. આ મામલે કાંતિભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.