મોરબી : મોરબીના ગેસ્ટ હાઉસ રોડ નજીક એક વર્ષ પૂર્વે ચૂંદડી સળગી જવા જેવી મામુલી બાબતે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ મોરબીના ગેસ્ટહાઉસ રોડ નજીક રહેતા આમદભાઈ ઇસ્માઇલભાઈ ના ઘરે એકાદ વર્ષ પૂર્વે આરોપી સુલેમાન હાજી મતવાની પુત્રીની ચૂંદડી સળગી ગઈ હોય, આ બાબતનો ખાર રાખી ગઈકાલે સુલેમાને હુમલો કરતા આમદભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.