મોરબી : મોરબી તાલુકાના માનસર ગામે પંચાયત દ્વારા બનાવવા આવી રહેલા રોડ મુદ્દે બે સગા ભાઈઓ બાખડી પડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના માનસર ગામે પંચાયત દ્વારા ગામમાં બનાવાઈ રહેલા રોડ બાબતે સગા ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ભોગ બનનાર ગીતાબેન રમેશ પંસારા દેવીપૂજક અને તેના પતિ રમેશ છગન દેવીપૂજકને તેમના જ ભાઈ નટુ છગન પંસારા તથા સવજી નટુ પંસારાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મામલે ફરિયાદી ગીતાબેને બંને વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી લીધા હતા.