બે બુટલેગર બંધુઓએ અમારા દારૂના ગાહકોને કેમ અટકાવે છે તેમ કહીને અપહરણ કરી ગયા : ઘરે લઈ જઈ માર મારીને બન્ને આરોપીઓ આધેડને રોડ ઉપર ફેંકી ગયા મોરબી : મોરબીમાં દારૂના બે ધંધાર્થી ભાઈઓએ અમારા દારૂના ગ્રાહકોને આવતા કેમ અટકાવશ તેમ કહીને આધેડનું બાઇક પર અપહરણ કરીને પોતના ઘરે લઈ ગયા હતા.જ્યાં બન્ને ભાઈઓ લાકડી અને પાઇપ વડે આધેડ પર તૂટી પડતા તેમના બન્ને પગ ભાગી ગયા હતા.બાદમાં બન્ને આરોપીઓ આધેડને રોડ ઉપર ફેકીને નાસી છૂટ્યા હતા. મોરબીના માધાપર વિસ્તારમાં આવેલી શેરી નંબર 19માં રહેતા કાન્તિભાઈ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી ઉ.વ.46 નામના આધેડે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અબુ ફતેમામદ કટિયા અને તેનો ભાઈ મુસ્તાક ફતેમામદ કટિયા સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે , ગઈકાલે તેઓ મોરબીના સ્ટેધન રોડ પર આવેલા જડેશ્વર મંદિર નજીક ઉભા હતા.ત્યારે આ બન્ને આરોપીઓ ત્યાં બાઇક પર ઘસી આવ્યા હતા અને તું અમારા દારૂના ગ્રાહકોને અમારી પાસે આવતા કેમ અટકાવે છે તે કહીને બન્ને ભાઈઓ પોતાના બાઇક પર આધેડને બળજબરીથી બેસાડીને અપરહરણ કરી તેમાના વિસીપરામાં આવેલ ઘરે લઈ ગયા હતા.જ્યાં બન્ને આરોપીઓએ દારૂની માથાકૂટનો ખાર રાખીને આધેડને લોખડના પાઇપ અને લાકડીથી માર મારીને તેમના બન્ને હાથપગ ભાગી નાખ્યા હતા.બાદમાં બન્ને આરોપીઓ ઇજગ્રસ્ત હાલતમાં આધેડને બાઇક પર બેસાડીને સરદાર બાગ પાસે ફેંકી ગયા હતા.બાદમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે દારૂની અદાવતમાં આ બનાવ બન્યો હતો.બન્ને આઇપીઓ દારૂનો વેપલો કરે છે રયારે ફરિયાદી આધેડ તેમના ગ્રાહકોને તોડતો હોવાની ખબર પડતાં બન્ને બુટલેગર ભાઇઓએ તેમની પર હુમલો કર્યો હતો.હાલ પોલીસે આધેડની ફરિયાદ પરથી બન્ને ભાઈઓ સામે ગુન્હો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.