મોરબી : મોરબીમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી માનસિક અસ્થિર સગીરાને તેના જ વિસ્તારના એક દુકાનના માલિકે હવસનો શિકાર બનાવી હતી. આ શખ્સને પોલીસે ઝડપી પાડી જેલહવાલે કર્યો છે. મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની માનસિક રીતે અસ્થિર 15 વર્ષની તરુણવયની દીકરીને દુકાનમાં બોલાવી હવસનો શિકાત બનાવી 19 અઠવાડિયાનો ગર્ભ રાખી દેનાર દુકાનદાર સુરેશ ભગવાન ઝાલરીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. આ નરાધમ શખ્સને પોલીસે જેલહવાલે કર્યો છે.