મોરબી : મોરબીમાં સામાકાંઠે એક શખ્સે બાળકને બાઇક હફેટે લીધા બાદ લાજવાને બદલે ગાજીને આ બાળકના ઘરમાં રીતસર બધડાટી બોલાવી તેના વૃધ્ધ દાદી પર હુમલો કર્યો હતો.પોલીસે આ વુધ્ધાંની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સામાકાંઠે આવેલા નઝરબાગ રેલવે સ્ટેશન પાસેની ગાંધી સોસાયટીમાં રહેતા જબૂબેન અરજણભાઈ પરમાર ઉ.વ.62 નામના વૃદ્ધાએ તેમના જ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ બાબુભાઇ ચૌહાણ નામના શખ્સ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તેમના પૌત્રને આરોપીએ બાઇક હડફેટે લઈને પાડી દીધો હતો.આથી વૃદ્ધાના પુત્રએ આરોપીને આ બાબતે ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાયેલા અરોપી હિતેશ ચૌહાણ હાથમાં તલવાર લઈને વૃદ્ધાના ઘરે આવી બોલાચાલી કરી તેમના પરિવારના સદસ્યો સાથે ઝપાઝપી કરી હતી આથી વચ્ચે છોડવવા પડતા વૃદ્ધાના હાથમાં તલવારનો ધા લાગતા ઇજા પહોંચી હતી અને આ બનાવની તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.