મોરબી : મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ અને રેપિડ એક્સન ફોર્સ ના જવાનોએ સાથે મળી બી ડિવિઝન પોલીસ મથક અને માળીયા મિયાણા વિસ્તાર હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબી મા કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે રેપિડ એક્સન ફોર્સ ની ટુકડીએ પોલીસ સાથે મળી ફુટ પેટ્રોલીંગ કર્યુ હતું જેમાં બી ડિવીઝન અને માળીયા મીયાણાના સંવેદનશીલ વિસ્તાર માં પોલીસ સાથે મળી ફુટ પેટ્ટોલીગ કર્યુ હતુ. આ ટુકડી મા રેપિડ એક્સન ફોર્સ ના અધિકારીઓ બી - ડિવીઝન પીએએસઆઈ એ.બી.જાડેજા તેમેજ માળીયા મીયાણા પીએસઆઈ જે.ડી.ઝાલા એ આરએએફના અધિકારીઓને તથા ટીમને સાથે રાખી સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી વિગતવાર માહીતી આપી હતી.