મોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે પર હાઇમાતા હોટલ નજીક ટ્રેલર ચાલકર મોટરસાયકલ સવારને હડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે મોટર સાયકલમાં બેઠેલી યુવતીને ઇજા પહોંચી હતી. જાણવા મળ્યા મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવે પર હાઇમાતા હોટલ નજીક ટ્રેલર ટ્રક નંબર પીબી ૧૦ બી.ડબ્લ્યુ ના ચાલકે મોરબીના સોખડા ગામના રહેવાસી હેતલબેન ખરેચા નામની યુવતી ને હડફેટે લેતા મોત નીપજ્યું હતું જયારે ચંદુભાઈ લાભુભાઈ તથા રવિભાઈ ખરેચા ને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે મૃતકના ભાઈ મેહુલભાઈ લાભુભાઈએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.