મોરબી : મોરબીના માળીયા ફાટક પાસે ઓવરબ્રિજ પુલ નિર્માણ કાર્યના લીધે ટ્રાફિક સમસ્યા ઘેરી બની છે. આજે બપોરના અરસામાં ત્યાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. વાહનચાલકો૧ કલાક જેટલો સમય આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. માળીયા ફાટક પાસે હાલ પુલ બની રહ્યો છે.અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાના કારણે અવાર નવાર ટ્રાફિક જામ સર્જાય છે આજે પણ આવી જ રીતે ટ્રાફિક જામના લીધે વાહનોની લાંબી લાઈન લાગી હતી. ૧ કલાક જેટલો સમય વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.