મોરબી : મોરબીના મકનસર ગામ પાસે ટ્રક ચાલક ટ્રકને રીપેર કરી રહ્યો હતો તે વેળાએ અજાણ્યા કાર ચાલકે ટ્રકને ઠોકર મારતા મુંબઈના ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગત મુજબ મુંબઈ રહેતા સુરેન્દ્રસિંગ ઓમપ્રકાશ ત્યાગી અને હરભજનસિંઘ જાટ ટ્રક લઈને પુના જતા હતા. ત્યારે મકનસર ગામ પાસે ટ્રકમાં ખામી સર્જાતા તેઓ ટ્રક રીપેર કરતા હતા. તે વેળાએ અજાણ્યા કારચાલકે ટ્રકને ઠોકર મારી હતી. જેમાં ટ્રકચાલક સુરેન્દ્રસિંઘ ત્યાગીનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે હરભજસિંઘ જાટે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.