મોરબી : મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા 2011-12થી શરૂ થયેલી પ્રણાલી મુજબ આ વર્ષે પણ 2019 -20 પારિતોષિક-પ્રમાણપત્ર વિતરણ સાદગીપૂર્ણ પરંતુ શ્રેષ્ઠ રીતે પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમમાં આમંત્રીત મહેમાનો વિજયભાઈ લોખીલ, વિજયભાઈ ભલગામા, રાજેશભાઈ બદ્રકિયા, વિપુલભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિ બાળકો માટે પ્રેરણાદાયી ઉત્સાહવર્ધક બની હતી. કાર્યક્રમમાં વિશેષ ધ્યાનાકર્ષક એ રહ્યું કે 'પરમાણુ સહેલી' એવા ડો. નીલમબેન ગોયલની ઉપસ્થિતિ અને ઉદબોધન નવયુવાનો માટે, બાળકો માટે પ્રેરણારુપ રહ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસીસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર બાળકોને પ્રમાણપત્ર- શિલ્ડ વિતરણ કર્યા હતા. 157 જેટલા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સંપૂર્ણ વર્ષ દરમિયાન ક્લાસીસમાં સંપૂર્ણ હાજર રહેનાર બાળકોને પણ પ્રમાણપત્ર-શિલ્ડ તેમજ ધોરણ-10 અને ધોરણ 12(કોમર્સ)માં દરેક પ્રકારે આગળ પડતા, મહેનતુ, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી એક સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીને પણ શિલ્ડ, પ્રમાણપત્ર અને રુ. 5001 /- રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. વધુમાં, સંસ્કૃત ભારતી દ્વારા લેવાતી 'સંસ્કૃત ગૌરવ પરીક્ષા' ના 433 વિદ્યાર્થીઓ- આમ સમાજના નાગરિકોને પણ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં સ્કૂલ-કોલેજો પછી સંસ્કૃત ગૌરવ પરીક્ષાના કેન્દ્ર હોય તેમાં સૌથી વધુ સંખ્યા ધરાવતું (433) નવનિર્માણ ક્લાસીસ કેન્દ્ર છે. માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં “સમાજ આપણને આપે છે, આપણે સમાજને આપવું જ જોઈએ” એ ભાવથી આ ક્લાસીસ કાર્ય કરે છે. ધોરણ ૫ થી ૧૨ (કોમર્સ)ના બાળકોને વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણથી રાષ્ટ્રનિર્માણ તરફ લઈ જવા માટે નવનિર્માણ ક્લાસીસ પ્રયત્નશીલ છે અને રહેશે. તેવી ક્લાસીસના સંચાલકો મયુરભાઈ શુક્લ (મો.નં. 98256 33154), અલ્પેશભાઈ ગાંધી (મો.નં. 98984 48974)એ યાદીમાં જણાવેલ છે.