મોરબી : મોરબીના આદરણા ગામે આવેલા કારખાનામાં મંગળવારે મશીનના પટ્ટામાં આવી જતા મજુર યુવાનનું રાજકોટ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના આદરણા ગામે આવેલ માઈક્રો કંપની નામના કારખાનામાં મંગળવારે સુરેશ કરમશીભાઈ મેડા (ઉ.વ.18) નામનો યુવાન કારખાનાના મશીન પર મજૂરી કામ કરી રહ્યો હતો.તે દરમિયાન તે મશીનના પટ્ટામાં આવી જતા તેને ગંભીર ઇજાઓ થવાથી તાત્કાલિક મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં આજે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.