નરેન્દ્ર મોદીના ભારતીય ગણતંત્રના સૌથી લાંબા સમયના વડાપ્રધાન બનવાની ઉજવણીના ભાગરૂપે આયોજન: 111 બોટલ રક્ત એકત્રિત કરાયુંમોરબી: ગઈકાલે 14 જૂન 2026 ના રોજ વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે અખિલ ગુજરાત મજોકઠા આહિર સમાજ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ ભારતીય ગણતંત્રના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળવાનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે સમાજ દ્વારા રક્તદાન કેમ્પ થકી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.આ રક્તદાન કેમ્પ મોરબીના નાની વાવડી સ્થિત પટેલ સમાજવાડી ખાતે સવારે 9:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતો. આ સેવાકીય શિબિરમાં સમાજના યુવાનો અને રક્તદાતાઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.'રક્ત દાન એજ મહા દાન' ના સેવા મંત્રને સાર્થક કરતા આ કેમ્પમાં કુલ 111 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. એકત્રિત કરાયેલું આ રક્ત ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અખિલ ગુજરાત મજોકઠા આહિર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને રક્તદાન કરનાર તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. #MorbiUpdates #MorbiNews #BloodDonation #WorldBloodDonorDay #AhirSamaj #Morbi #NarendraModi #GujaratNews #SocialWork #BloodDonationCamp