માજી સૈનિકોને સાતમા પગારપંચ મુજબ ચૂકવણાં કરવા કાર્યવાહી શરૂ મોરબી:મોરબી જિલ્લાના તા.૧લી જાન્યુઆરી-૨૦૧૬ના રોજ કે તે પછી નિવૃત ડિસ્ચાર્જ/ઇનવેલીડેડ આઉટ થઇ આાપેલા માજી સૈનિકો કે જેઓને પીપીઓ ૬ઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવેલ છે. તેવા માજી સૈનિકોનું પેન્શન ૭માં પગારપંચ મુજબ રિવાઇઝ કરવાનું થાય છે. જે અનુસંધાને આવા માજી સૈનિકોએ રક્ષા મંત્રાલયની સુચના મુજબનું એપેન્ડીક્ષ એ વિગતે તૈયાર કરી રેકોર્ડ કચેરીમાં મોકલવાનું થાય છે. જેથી ઉપરોકત તારીખે અને ત્યારબાદ આવા નિવૃત થયેલા માજી સૈનિકોને પી.પી.ઓ. ૬ઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવેલ છે. તેઓએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ કચેરી રાજકોટની કચેરીએથી રક્ષા મંત્રાલયની સુચના મુજબનું એપેન્ડીક્ષ-એ મેળવી પોતાની સહિ સાથે ત્રણ નકલમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂર્નવસવાટ કચેરી રાજકોટને મોકલી આપવું તેમ કચેરીની યાદીમાં જણાવ્યું છે.