પકડાયેલા મુખ્ય આરોપી સુરત અને અમદાવાદના દારૂના ગુનામાં બે વર્ષથી હતો વોન્ટેડમોરબી : મોરબીમાં બેટરીના પાણીના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ માત્ર મોરબી જ નહીં પરંતુ સુરત ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્યના પ્રોહિબિશનના ગુનાઓમાં પણ છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે.ગુનાની વિગત અને મોડસ ઓપરેન્ડી:મોરબી સીટી એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી કે આરોપીએ બનાવટી બિલ બનાવી, ખાનગી ટ્રાવેલ્સમાં લગેજ તરીકે બેટરીના પાણીના બોક્સની આડમાં વિદેશી દારૂ મંગાવ્યો છે. પોલીસે કાર્યવાહી કરી કુલ રૂ. ૪,૫૭,૪૦૦/- ની કિંમતનો મુદ્દામાલ (દારૂ તથા બેટરીના પાણીના બોક્સ) જપ્ત કર્યો હતો.ઝડપાયેલ આરોપી:નામ: સાહીલભાઇ ઉર્ફે સાહુ હનીફભાઇ પરમાર (ઉ.વ. ૨૩)રહેવાસી: હાથી ખાના-૧૭, આર્ય સમાજ પાસે, રામનાથ પરા મેઇન રોડ, રાજકોટ.અન્ય જીલ્લાના ગુનાઓના ભેદ ઉકેલાયા:આરોપીની ઉલટતપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે ૨૦૨૪ના વર્ષમાં સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂ. ૧૫,૮૨,૯૧૦/- ના દારૂના ગુનામાં તથા અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂ. ૪,૭૨,૦૦૦/- ના દારૂના ગુનામાં વોન્ટેડ હતો. આમ, મોરબી પોલીસે તેને પકડીને અન્ય બે જીલ્લાના ગુનાઓના ભેદ પણ ઉકેલ્યા છે.આરોપીનો ગુનાહિત ઇતિહાસ:આરોપી સાહીલ અગાઉ પણ રાજકોટ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે:૧. રાજકોટ બી ડિવિઝન (મારામારી અને ધમકી).૨. રાજકોટ બી ડિવિઝન (પ્રોહિબિશન).૩. રાજકોટ પ્રદ્યુમન નગર (રાયોટિંગ અને જી.પી. એક્ટ).કામગીરી કરનાર પોલીસ ટીમ:આ કામગીરી મોરબી સીટી એ ડિવિઝન પી.આઈ. આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જે.સી.ગોહિલ, એ.એસ.આઈ. કિશોરભાઇ મિયાત્રા, સવજીભાઇ દાફડા, વિજયદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા તથા કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, જયદીપભાઇ, સિધ્ધરાજસિંહ, રવિભાઇ અને અશ્વિનસિંહ દ્વારા કરવામાં આવી હતી.