મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલી પેપરમિલમાં કામ કરતી મહિલાની સાડી ઇલેક્ટ્રિક મોટરમાં આવી જતા આ મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાઓર રોડ પર આવેલી ફેક્ટ પેપર મિલમાં કામ કરતી ઉત્તરપ્રદેશના અગરહંડા ગામના રહેવાસી સનવારીયાબેન ભૈયાલાલ ઉ.૫૯ ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે અકસ્માતે સાડી ઇલેક્ટ્રિક મોટરમાં આવી જતાં ખેચાઈને પડી ગયા હતા જેના કારણે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.