જોધપર નદી નજીક મહિલાની કોથળામાં પેક કરેલી લાશ મળતા તાલુકા પોલીસ ઘટના સ્થળે મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી નજીકથી અજાણી મહિલાનો કોથળામાથી મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે અને પ્રાથમિક તપાસ મુજબ મહીલાની ઘાતકી હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જોધપર નદી નજીક શંકાસ્પદ કોથળામાં મહિલાની લાશ હોવાની જાણ થતા મોરબી તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહીલ સહીતનો કાફલો ઘટના સ્થળા દોડી ગયો છે અને અજાણી સ્ત્રી વિશે માહિતી મેળવવા તપાસ શરૂ કરી છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ મહિલાની ઘાતકી હત્યા બાદ લાશ ફેંકી દેવામાં આવી છે જો કે હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. [gallery ids='35552,35553']