મોરબી : મોરબીના ગ્રીન ચોક નજીક સુથાર શેરીમાં રહેતા મહિલાનું દાઝી જતા સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મંજુબેન ચમનભાઇ ચૌહાણ, ઉવ.૪૫, રહે. સુથાર શેરી, ગ્રીન ચોક, મોરબી વાળા દાઝી જતા મોરબી ક્રિષ્ના હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ હતા. જેઓનું સારવાર દરમ્યાન ગઈકાલે ફરજ પરના ડોકટરે જોઇ તપાસી મરણ ગયેલનું જાહેર કરતા અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસે શરૂ કરી છે.