મોરબી : મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજ પાછળ આવેલ મહાપ્રભુજી બેઠક ખાતે આગામી તા. ૧૭-૧૧-૨૦૧૮ ને શનિવાર કારતક સુદ ૯ ના રોજ અન્નકુટ દર્શન નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં, જાગ્યાના દર્શન સવારે ૭-૦૦ કલાકે, મંગળા દર્શન સવારે ૭-૩૦ કલાકે, ગોવર્ધન પૂજા દર્શન સવારે ૯-૦૦ કલાકે, રાજભોગ : સવારે ૧૦-૦૦ કલાકે, અન્નકુટ દર્શન સાંજે ૪-૦૦ થી ૬-૦૦, અને શ્રી ઝારીજીચરણ સ્પર્શ સવારે ૭-૦૦ થી ૧૦-૦૦ સુધી થશે.આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા બેઠકના મુખ્યાજી અતુલભાઇ ભટ્ટ અને ટ્રસ્ટી હરીશ પી. શેઠની યાદીમાં જણાવાયું છે.