જાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનું આયોજન : તા. ૫ થી ૭ ત્રણ દિવસ રાજયોગ શિબિર યોજાશે મોરબી : મોરબીમાં આવેલા બ્રહ્માકુમારીઝ શિવ સ્મૃતિ ભવન ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આગામી તા. ૪ના રોજ મહાશિવરાત્રી નિમિતે બરફના અમરનાથ દર્શન તેમજ રાજયોગ પ્રદર્શનનું આયોજન કરવામા આવ્યું છે. આ સાથે તા. ૫ થી ૭ ત્રણ દિવસ રાજયોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજયોગ પ્રદર્શન અને અમરનાથ દર્શન તા. ૪ને સોમવારના રોજ સવારે ૮ થી ૧ તેમજ સાંજે ૩ થી ૯ બ્રહ્માકુમારીઝ શિવ સ્મૃતિ ભવન, રચના પાર્ક સોસાયટી, ભક્તિ નિકેતન -૩, અવની ચોકડી, રવાપર શનાળા કેનાલ રોડ, મોરબી ખાતે યોજાશે. આ પ્રદર્શનનો લાભ લેવા માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સાથે મહાશિવરાત્રીના બીજા દિવસે તા. ૫ ને મંગળવાર થી તા. ૭ સુધી ત્રણ દિવસ સાંજે ૪:૩૦ થી ૬ અને રાત્રે ૮:૩૦ થી ૧૦ દરમિયાન મનની છુપાયેલી શક્તિઓને જાગૃત કરનાર રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ શિબિર બ્રહ્માકુમારીઝ શિવ સ્મૃતિ ભવન ખાતે જ યોજાનાર છે. ડિપ્રેશન દૂર કરવા માટે, મનની અઘાત શક્તિઓને જાગૃત કરવા માટે, શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે, પારીવારીક સંબંધોમાં તણાવ દૂર કરવા માટે, સકારાત્મક જીવન શૈલી માટે કોઈ પણ જાતની ચિંતા, ભય, શોક તથા વ્યસનોથી મુક્તિ મેળવવા તથા પરમાત્મા સાથે મન અને બુદ્ધિના તાર જોડીને પરમાત્મ મિલન કરવા માટે રાજયોગ શિબિર ખૂબ ઉપયોગી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en