મોરબી : મોરબી શહેર ભાજપના ઉપાધ્યક્ષ આરતીબા રાણાના દીકરીબા બંશીબા રાણાના જન્મદિવસ નિમિત્તે તા.22-5-2025 ને ગુરુવારના રોજ સવારે 9 થી બપોરે 12 કલાક સુધી સંસ્કાર બ્લડ સેન્ટર, GIDC મેઈન રોડ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ, મોરબી-1 ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ તકે મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી ડો. જયંતીભાઈ ભાડેસીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ પ્રમુખ, મોરબી શહેર ભાજપ લાખાભાઈ જારીયા, પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ અગ્રણી,ભાજપ પ્રદીપભાઈ વાળા, રાજપૂત સમાજ મોરબી પ્રમુખ દશરથસિંહ ઝાલા- અદેપર, મોરબી શહેર ભાજપ પ્રમુખ રીસીપભાઈ કૈલા વગેરે ઉપસ્થિત રહેશે. આ રક્તદાન કેમમાં વિવિધ સમાજના આગેવાનોએ સહભાગી થવા અને વધુમાં વધુ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું છે.