શ્રાવણ વદ એકાદશી નિમિત્તે 45 રક્તદાતાઓએ રક્તદાન કર્યુંમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત સોમવાર, તારીખ 7 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ વદ એકાદશી નિમિત્તે મોરબીના સનાળા રોડ સ્થિત ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીની સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું.આ આધ્યાત્મિક અને સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા બાબા અમરનાથના બરફના શિવલિંગના દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો. આ સાથે જ 45 જેટલા ઉત્સાહી રક્તદાતાઓએ રક્તદાન કરીને શિવભક્તિની અનોખી મિસાલ પૂરી પાડી હતી.આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ગૌતમગીરી ગોસ્વામી, રાજેશગીરી ગોસ્વામી, પીન્ટુગીરી ગોસ્વામી, ટી.સી. ફુલતરીયા, શિવાભાઈ કડીવાર, બ્રહ્માકુમારી અલકાબેન તેમજ દર્શનાર્થે પધારેલા તમામ શિવભક્તોએ ભારે જહેમત ઉઠાવી સહકાર આપ્યો હતો. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આ રક્તદાન કેમ્પના આયોજકો, રક્તદાતાઓ, મંદિરના પૂજારી અને સહકાર આપનાર તમામ શિવભક્તોનો હૃદયપૂર્વક આભાર માની તેમને અભિનંદન પાઠવ્યા હતા.#MorbiUpdate #MorbiNews #BloodDonationCamp #SatyeshwarMahadev #ShravanMas #MahaAarti #Morbi