મોરબી : રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થા કૃભકોના ટર્મ પૂર્ણ થતાં મોરબીના મગનભાઇ વડાવીયાએ ડિરેકટર પદ માટે ન્યુ દિલ્હી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ વેળાએ તેઓની સાથે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તથા રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, જયંતીભાઈ કવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કૃભકોના 9 ડીરેક્ટરોની આગામી તા. 9ના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં ગુજરાતની એકમાત્ર ડિરેકટરની સીટ ઉપર મગનભાઈ વડાવીયાએ ઉમેદવારી નોંધાવી છે.