માલધારી સમાજના વિધાર્થીઓને થયેલો અન્યાય દૂર ન થાય તો મોરબી ખાતે પણ આંદોલન કરવાની ચીમકી આપી મોરબી : લોકરક્ષક દળની ભરતીમાં માલધારી સમાજના વિદ્યાર્થીઓને બાકાત રાખી અન્યાય કરવા મામલે આજે સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ ટ્રસ્ટ મોરબીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માલધારી સમાજના વિધાર્થીઓને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી હતી.જો યોગ્ય ન્યાય ન મળે તો મોરબી ખાતે પણ આંદોલન કરવાની ચીમકી આપી હતી. સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ ટ્રસ્ટ મોરબીએ આજે કલેકટર આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે 2018માં લોકરક્ષક દળ (પોલીસ)ની ભરતીમાં ગીર બરડામા વસતા માલધારી સમાજનો અનુસૂચિત જનજાતી કેટેગીરીમાં એસ. ટી.મા સમાવેશ થતો હોવા છતા મેરીટ જાહેર થતા માલધારી સમાજના 101 વિદ્યાર્થીઓને અનુસુચિત જાતિ એસ.ટી. કેટેગરીમાંથી બાકાત કરતા માલધારી સમાજને અન્યાય થયો છે. આ બાબતનો સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ ટ્રસ્ટ મોરબીએ વિરોધ નોંધાવીને જણાવ્યું હતું કે સોરાષ્ટ્ના માલધારીઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરીને વિગત દર્શક કાર્ડ આપવામાં આવ્યા હતા. એથી વિધાર્થીઓના લોકરક્ષક દળની પરીક્ષામાં એસ.ટી. અનામતમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા. પણ મેરીટ જાહેર થતા તેમાં પસંદગીમાંથી માલધારી સમાજના 101 વિધાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે. જેથી, આ ઉમેદવારોને યોગ્ય ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે અને આ અન્યાયને દૂર કરવા માટે પોરબંદર ખાતે ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેના સમર્થનમાં સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ ટ્રસ્ટ મોરબીએ કલેકટરને આવેદનપત્ર આપી જો વિધાર્થીઓને થયેલા અન્યાય દૂર નહિ કરાઈ તો મોરબી ખાતે આંદોલન કરવાની ચીમકી આપી છે.