જળપ્રલયમાં સૌથી વધુ તારાજીનો ભોગ બનેલા વજેપર વિસ્તારના રહીશો દ્વારા દર વર્ષે અખંડ ધૂન યોજી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છેમોરબી અપડેટ : મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાથી સર્જાયેલી જળ હોનારતની ભયાનક સ્મૃતિઓ આજે પણ લોકોના માનસપટલ પર તાજી છે. આ વિનાશક જળપ્રલયમાં મોરબીનો વજેપર વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત થયો હતો અને અહીં ભારે તબાહી મચી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શાંતિ મળે તે હેતુથી વજેપર વિસ્તારમાં દર વર્ષે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.દર વર્ષે હોનારતના દિવસે વજેપર વિસ્તારમાં સ્થાનિકો દ્વારા 24 કલાકની અખંડ ધૂન કરવામાં આવે છે. આ ધૂનમાં સ્થાનિક મહિલાઓ સહિત તમામ લોકો મોટી સંખ્યામાં જોડાય છે અને ભારે હૈયે દુર્ઘટનાના મૃતકોને યાદ કરે છે. સળંગ 24 કલાક સુધી ચાલતી આ ધૂન થકી હોનારતમાં મૃત્યુ પામેલા સ્વજનો અને અન્ય નાગરિકોની આત્માની શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, જ્યારથી મોરબીમાં આ હોનારત સર્જાઈ અને વજેપર વિસ્તારમાં વિનાશ વેરાયો ત્યારથી દર વર્ષે નિયમિતપણે આ વિસ્તારમાં ધૂન બેસાડવામાં આવે છે. જીવ ગુમાવનારા લોકોને યાદ કરી સમગ્ર વિસ્તારના લોકો એકઠા થાય છે અને શ્રદ્ધાંજલિ પાઠવે છે.#Morbi #MorbiUpdate #MacchuDamDisaster #MacchuHonarat #Vajepar #MorbiNews #Tribute #GujaratNews