મોરબી : સીરામીક એકમો દ્વારા શાપર નજીક નદીમાં કેમિકલ યુક્ત કોલગેસનું પાણી છોડવામાં આવતા નદીમાં મોટી સંખ્યામાં માછલાંઓના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ પાવડીયારીથી શાપર ગામ સુધીમાં આવતા સીરામીક એકમો દ્વારા શાપર નજીક નદીમાં આરોગ્ય માટે જોખમી એવા કોલગેસના પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે..જેમાં કારણે નદીમાં રહેલા અસંખ્ય માછલાઓના મોત નિપજ્યા છે. આ ઘટનાથી પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે જીપીસીબીના અધિકારીઓએ પણ ઘટનાને સમર્થન આપ્યું હતું. અને એક ટિમ સ્થળ પર રવાના કરી પાણીના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જીપીસીબીએ જણાવ્યું હતું.