ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિદેવીના ૯૪૩ જન્મોત્સવ નિમિત્તે ૯૪૩ દીપની મહાઆરતી : ૫૬ ભોગ નું આયોજન મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિદેવી ના ૯૪૩ જન્મોત્સવ નિમિત્તે આગામી તા.19ને સોમવારે તલવાર બાજી ટીમ શકત સનાળા દ્વારા ૯૪૩ દિવા ની મહાઆરતી સાથે ૫૬ ભોગ નું આયોજન કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી સાથે સહભાગી બનવા દરેક ભાઈઓ, બહેનોને હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ છે તલવારબાજી ગ્રુપ શક્ત શનાળા દ્વારા આગામી તા. ૧૯ ને સોમવાર શ્રી શક્તિ એકાદશી નિમિતે સવારે ૯:૩૦ કલાકે, શ્રી શક્તિદેવી ૫૬ ભોગ પ્રસાદી સાંજે ૬:૩૦ કલાકે, શ્રી શક્તિદેવી ૯૪૩ દિવા ની મહાઆરતી, શ્રી શક્તિ ધામ શકત શનાળા, તા,જી - મોરબી ખાતે યોજવામાં આવશે જેથી ઝાલા રાજવંશના તમામ ભાઈઓ બહેનો અને ધર્મપ્રેમી લોકોએ આ અવસરે પધારવા યાદીમાં જણાવાયું છે.