મોરબી : વિરદાદા જસરાજ સેના મોરબી અને જલારામ સેવા મંડળ મોરબી દ્વારા આજે વિરદાદા જસરાજ શૌર્યદિન નિમીતે ગૌરક્ષા બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. વિરદાદા જસરાજજી શૌર્યદિન પ્રસંગે જડેશ્વર મંદીર ખાતેથી રેલીનો શુભારંભ થયો હતો અને બાદમાં સુપર ટોકીઝ, પરાબજાર, નેહરુગેઈટ, શાકમાર્કેટ, ગાંધીચોક, વસંતપ્લોટ, શનાળા રોડ, અયોધ્યાપુરી રોડ થઈ રેલી જલારામ મંદીર મોરબી ખાતે સંપન્ન થઈ હતી. આ તકે ગુજરાત ગૌરક્ષા દળ પ્રમુખ તથા ઓફીસર ઓફ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા મયુર ભાઈ ઠક્કર, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના સ્થાપક પ્રમુખ સ્વ.રસિકલાલ અનડકટ ના સુપુત્ર કેયુર ભાઈ અનડકટ અને ગૌરક્ષક તથા સુરભી ગૌશાળા, આમરણના સંચાલક અને સામાજીક આગેવાન મનોજભાઈ પનારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17356,17357,17358,17359']