શિશુ મંદિર શાળા દ્વારા શક્તિ મંદિરથી ધર્મગ્રંથ યાત્રા યોજાઈ મોરબી: મોરબી શિશુ મંદિર શાળા દ્વારા પ્રથમ કક્ષાએ અભ્યાસમાં દાખલ થયેલા બાળકો માટે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત ધર્મગ્રંથ શોભાયાત્રા યોજવામાં આવી હતી. વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન આપી બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી મોરબી શિશુમંદિર શાળા દ્વારા ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર બાળકોમાં વિદ્યારંભ સંસ્કાર માટે વિશેષ ધર્મગ્રંથ શોભાયાત્રાનું આયોજન કરી અભ્યાસનો પ્રારંભ કરવાવામાં આવ્યો હતો. આ માટે સનાળા શક્તિમાતા મંદિર ખાતેથી શિશુમંદિર શાળા સંકુલ સુધી વાલીઓ દ્વારા ધર્મગ્રંથોની વિધિવત શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ તકે જયેશભાઇ પનારા થતા શિશુમંદિરના પ્રધાનચાર્ય કુંદનબેન ચારોલાએ જણાવ્યું હતું કે ઋષિકાળથી વિદ્યારંભ સંસ્કાર બાદ જ શિક્ષણનો પ્રારંભ થાય છે પરંતુ આ પરંપરા હાલ વિલુપ્ત થઈ છે પરંતુ શિશુમંદિર સંકુલ આ પરંપરા ભુલ્યું નથી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='14495,14496,14497,14498,14499']